GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election ગાંધીનગર

GMC Election: ગાંધીનગર મહાનગરપાલિકામાં 44માંથી 38 બેઠકો સાથે ભાજપનો ભગવો લહેરાયો છે. મેયર પદની પ્રથમ અઢી વર્ષની ટર્મ OBC માટે અનામત હોવાથી, સિનિયર નેતા કનૈયાલાલ દેસાઈ સહિત 8 નામો મેદાનમાં છે.

Gandhinagar Municipal Corporation Result: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) શાનદાર પ્રદર્શન કરતા ફરી એકવાર જંગી બહુમતી સાથે સત્તા કબજે કરી છે.

મનપાની કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો પર ભગવો લહેરાવીને પોતાનું એકહથ્થુ વર્ચસ્વ જાળવી રાખ્યું છે. જોકે, ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થતાં જ હવે ગાંધીનગરના નવા મેયર કોણ બનશે તેને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે.
સ્થાનિક નેતાઓએ અને દાવેદારોએ પોતાના સમર્થકો સાથે હાઈકમાન્ડ સમક્ષ લોબિંગ શરૂ કરી દીધું છે.
મેયર પદ માટે OBC અનામત અને મુખ્ય દાવેદાર
ગાંધીનગર મનપામાં નવા નિયમો મુજબ મેયર પદ માટેની પ્રથમ અઢી વર્ષની ટર્મ ‘OBC સામાન્ય’ (અન્ય પછાત વર્ગ) કેટેગરી માટે અનામત રાખવામાં આવી છે. આ અનામત નિયમને કારણે મેયર પદની રેસ અત્યંત રસપ્રદ બની ગઈ છે.
ભાજપમાંથી આ વખતે કુલ 8 કોર્પોરેટરો એવા છે જેઓ OBC સામાન્ય કેટેગરીમાંથી ચૂંટાઈને આવ્યા છે. આ તમામ 8 નેતાઓ સ્વાભાવિક રીતે જ મેયર પદની રેસમાં સામેલ થઈ ગયા છે અને ટિકિટ માટે આશાવાદી છે.